નવી દિલ્હી: ભારતીય સૈનિકો (Indian soldiers)ના જીવ દુશ્મન કરતા વધુ તણાવ લઈ રહ્યો છે. એમા પણ સૌથી વધુ ચિંતાજનક વાત એ છે કે આ તણાવ (Tension) મોટાભાગે સીનિયર ઓફિસરોના વ્યવહારના કારણે પેદા થાય છે. જવાનો અને જેસીઓમાં તણાવનું સૌથી મોટું કારણ યોગ્ય સમયે રજા ન મળવાનું છે. આ બાજુ યુવા ઓફિસરોમાં તણાવનું સૌથી મોટું કારણ ઓછી લાયકાતવાળા સીનિયર ઓફિસર અને બિનજરૂરી કામનો બોજ છે. અપાયેલા કામને અશક્ય રીતે ઓછા સમયમાં કરવાનું દબાણ પણ યુવા ઓફિસરોને સૌથી વધુ તણાવ આપે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Farmer Protest: ખેડૂતો સાથે થનારી મહત્વપૂર્ણ બેઠક પહેલા કેન્દ્રીય કૃષિમંત્રીએ આપ્યું મોટું નિવેદન


USI રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
રક્ષા મંત્રાલયની સૌથી મોટી થિંક ટેન્ક THE UNITED SERVICE INSTITUTION OF INDIA (USI) નો સેનામાં તણાવને લઈને એક વર્ષ સુધી ચાલેલા રિસર્ચના પરિણામો અત્યંત ચોંકાવનારા છે. આ રિસર્ચ પર આધારિત એક વેબિનાર પણ ગત વર્ષે 17 ઓક્ટોબરના રોજ આયોજિત કરાયો હતો. જેમાં અનેક વાત સામે આવી જે ભારતીય સેનાના સૈનિકોને જીવલેણ તણાવ આપી રહી છે. 


અયોગ્ય અધિકારીઓની નીચે કામ કરી રહ્યા છે યુવા ઓફિસર
ખાસ કરીને યુવા ઓફિસરોમાં સેનાની નોકરીમાં અનેક એવી વાતો છે જે ખુબ વધુ તણાવ આપે છે. આ રિસર્ચમાં કહેવાયું છે કે જવાનો અને જેસીઓમાં હજુ પણ સેનાની નોકરીને લઈને ગર્વ કરવાની વાત છે પરંતુ ઓફિસરોના મામલામાં એવું નથી. યુવા ઓફિસરોને પોતાના સીનિયર્સના નિર્ણયો લેવા, અયોગ્ય ઓફિસરોની નીચે કામ કરવું, બિનજરૂરી અને બેકાર કામોમાં લગાવવા અને કામોને અશક્ય સમયમર્યાદામાં પૂરા કરવાના હુકમથી સૌથી વધુ તણાવ થઈ રહ્યો છે. 


સુપ્રીમ કોર્ટે ખેડૂત આંદોલન પર વ્યક્ત કરી ચિંતા, કેન્દ્રને પૂછ્યો આ સણસણતો સવાલ


સીનિયર ઓફિસરોના વ્યવહારની લાંબી સૂચિ
રિસર્ચમાં સીનિયર ઓફિસરોના વ્યવહારની લાંબી સૂચિ છે જે યુવા ઓફિસરોને સેનાની નોકરીથી દૂર ધકેલી રહી છે. જેમાં સીનિયર ઓફિસરો દ્વારા પક્ષપાત અને ભ્રષ્ટાચાર, ગેરસમજ પેદા કરનારો હુકમ, વીઆઈપી વિઝિટમાં પૂરો સમય ખર્ચ થવા પર પોતાના માટે સમય ન બચવો, સીનિયર ઓફિસરોનું વલણ અને જી હજૂરી પસંદ વ્યવહાર, પ્રમોશનમાં ભેદભાવ છે. પરંતુ સૌથી વધુ આશ્ચર્ય ચકિત કરનારું કારણ છે ARMY WIVES WELFARE ASSOCIATION એટલે કે AWWA ના કાર્યક્રમ, લેડિઝ મીટ અને સેનામાં ઓફિસરો વચ્ચે થનારા અન્ય સોશિયલ ફંક્શન. AWWA ની રચના સૈનિકોની પત્નીઓના કલ્યાણ માટે થઈ હતી અને તેમા ઓફિસરોની પત્નીઓ અનેક કાર્યક્રમો આયોજિત કરે છે. 


Defense: 2021માં ભારત રક્ષા ક્ષેત્રે લગાવશે હનુમાન કૂદકો: રેકોર્ડબ્રેક ડ્રોનથી લઈ મિસાઈલના થશે પરીક્ષણ


તણાવનું સૌથી મોટું કારણ રજાઓ ન મળવી
આ બાજુ જવાનો અને જૂનિયર કમિશન્ડ ઓફિસરો એટલે કે જેસીઓ વચ્ચે તણાવનું સૌથી મોટું કારણ રજાઓ ન મળવું છે. ખુબ વધુ કામ, આરામ માટે સમય ન મળો અને ઘરેલુ પરેશાનીઓ તણાવના બીજા અન્ય  કારણો છે. સીનિયર ઓફિસરો સાથે વાતચીત ઓછી થવી, તેમની સમસ્યાઓ પર ધ્યાન ન આપવું, સીનિયર્સ દ્વારા પરેશાન થવું વગેરે તણાવ આપી રહ્યા છે. 


AWWAના કાર્યક્રમો, લેડીઝ મિટિંગ અને પાર્ટીઓમાં લાંબી ડ્યૂટી
હાજરી આપતી વખતે કે અન્ય અવસરો પર કારણવગર લાંબા સમય સુધી ઊભા રહેવું, AWWA ના કાર્યક્રમો, લેડીઝ મીટિંગ અને પાર્ટીઓમાં લાંબી ડ્યૂટી પણ જવાનો અને જેસીઓને તણાવ આપી રહ્યા છે. જવાનો પાસે મનોરંજનની સુવિધાઓની કમી, પરિવારથી લાંબુ અંતર, સ્વાસ્થ્યની સમસ્યાઓ, ફીલ્ડ એરિયામાં રહેવા માટે પૂરતી જગ્યા ન હોવી, સીનિયર્સ દ્વારા દુર્વ્યવ્હાર થવો વગેરે  તણાવ પેદા કરી રહ્યા છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube